જીતવા માટે રમી ટિપ્સ અને ટ્રિક્સ
13 પત્તાની રમી કેવી રીતે જીતવી તે અંગે ટિપ્સ
જો તમે 13 પત્તાની રમીની રમત વધુ સારી બનાવવાની રીતો શોધી રહ્યાં છો તો તમે યોગ્ય સ્થળે છો. તે હકીકત છે કે તમે જેટવું વધારે રમશો તેટલું વધુ સારું પ્રદર્શન રમતમાં કરશો. પરંતુ અમારી ટિપ્સ તમને તમામ અન્ય ખેલાડીઓ કરતાં આગળ રહેવામાં મદદ કરશે. વધુ જીતવા માટે વધુ સારું રમો!
દરેક વખતે રમીની રમત જીતવા માટેની ટેક્નિક્સઃ
- તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો અને તેનો અર્થ છે કે યોગ્ય રીતે બાજી ઉતારવી મહત્ત્વપૂર્ણ છે. એક વખત તમે આમ કરી લો છો ત્યારબાદ તમે અન્ય બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી શકો છો.
- અન્ય ખેલાડીઓ શું કરી રહ્યાં છે તે બાબતે સાવધાન રહો અને નિરીક્ષણ કરો. ખુલ્લા પત્તાઓમાં અન્ય ખેલાડીઓ કયા પત્તા ઉતારી રહ્યાં છે અને ઉપાડી રહ્યાં છે તે તમને તેમની રમત અંગે સારો ખ્યાલ આપશે. આ રીતે તમે હંમેશા યોગ્ય પત્તા જાળવી રાખવા અને ઉતારવા અંગે જાણકારી મેળવી શકશો.
- વધારે પોઇન્ટ્સ ધરાવતાં કાર્ડથી છૂટકારો મેળવવા માટે હંમેશા પ્રયત્ન કરો. આ બાબત તે ખાતરી કરે છે કે જો સામેનો ખેલાડી તમારી પહેલા બાજી શો કરે તો તમારી ઉપર ઓછા પોઇન્ટ્સની ચઢત થાય.
- યાદ રાખો 3થી વધારે કાર્ડની જોડ હોઇ શકે છે. તે હકીકત છે કે ઘણા ખેલાડીઓ આ વાત જાણતાં નથી હોતા.
- હંમેશા સ્માર્ટ કાર્ડ્સ શોધો અને ભેગા કરો. આ તેવા કાર્ડ છે જે જોડમાં સરળતાથી ગોઠવી શકાય છે. ઉદાહરણ તરીકે, કોઇપણ રંગનો 7 તે જ રંગના 5 અને 6 સાથે મૂકી શકાય છે અને તે જ રંગના 8 અને 9 સાથે પણ કામ કરી શકે છે.
- રમીની રમતમાં જોકર્સ મહત્ત્વપૂર્ણ છે અને તમે તમારી રમતમાં જોકર્સનો શ્રેષ્ઠ ઉપયોગ કરો તે જરૂરી છે. હંમેશા વધારે ઊંચા મૂલ્યના પોઇન્ટ્સની જોડ અથવા સેટ બનાવવા માટે જોકરના પત્તાનો ઉપયોગ કરો. વધુ એક બાબતનો પ્રયત્ન કરી શકો કે ન્યુટ્રલ રમતમાં જોકરનો ઉપયોગ કરશો નહીં.
- જોડ બનાવવા માટે ચોક્કસ પત્તા માટે અંત સમય સુધી રાહ જોતા રહેવું તે શાણપણભર્યુ નથી. તમારે તમારા કાર્ડ તરફ સતત જોતા રહેવું જોઇએ અને ફેરફારો કરવા માટે તેમનું પુનઃમૂલ્યાંકન કરતાં રહેવું જોઇએ.
- જ્યારેતમે પત્તા ગોઠવી રહ્યાં હોવ ત્યારે તેને તેવી રીતે ગોઠવો જેથી રમત રમવામાં સરળતા રહે. આમ કરવાની એક રીત જુદા-જુદા રંગોમાં પત્તા ગોઠવવાની છે. આ રીતે જ્યારે પત્તા મેળવવા અથવા ઉતારવાનો વારો આવશે ત્યારે તમને ગેરસમજ થશે નહીં.
- પત્તાઓ લાંબા સમય સુધી જાળવી ન રાખશો. હોંશિયારી તેમાં છે કે તમે ઉપયોગમાં ન આવી રહેલા પત્તાઓ જેમ બને તેમ જલ્દી ઉતારતાં રહો ખાસ કરીને ત્યારે જ્યારે તેની પોઇન્ટ વેલ્યુ ઊંચી હોય.
રમીની રમત જીતવા માટે ટ્રિક્સ
આપણે બધા જ જાણીએ છીએ કે રમીની રમત જીતવા માટે તેને રમવાની કૂશળતા વિકસાવવી પડે છે. ભારતીય રમી ઑનલાઇન રમવા માટે તમારા માટે જરૂરી કૂશળતામાં તમારા પત્તાઓનું મૂલ્યાંકન કરવું અને સૌથી લાભદાયક રીતે તેનો ઉપયોગ કરવો અને તમારી સામે રહેલા ખેલાડીઓ કંઇ રમત રમવા જઇ રહ્યાં છે તે અંગે જાગ્રત રહેવાનો પણ સમાવેશ થાય છે. તમે ચોક્કસપણે માની શકો કે તમારી સામેનો ખેલાડી પણ આમ જ કરશે. તમે નીચે આપેલી કેટલીક ટ્રિક્સનો ઉપયોગ કરીને તેને/તેણીને/તેમની સામે તમારી યુક્તિ અજમાવી શકો છોઃ
- જોડ બનાવવા માટે ખુલ્લા પત્તાના ઢગલામાંથી પત્તા લેતી વખતે તમારે તે હકીકત અંગે સજાગ રહેવું જોઇએ કે તમે તમારી રમત અંગે સામેના ખેલાડી/ઓને સંકેતો આપી રહ્યાં છો. તમે સિકવન્સનો ભાગ હોય તેવા કાર્ડ (જે તમારી પાસે બે હોઇ શકે છે) ફેંકીને તેમને મૂંઝવણમાં મૂકી શકો છો.
- તમે સામેના ખેલાડીને તમારા માટે જરૂરી હોય તે પત્તાઓ ઉતારીને પણ છેતરી શકો છો. આ યુક્તિ ત્યારે કામ આવે છે જ્યારે તમે જોડ બનાવા માટે કોઇ પત્તાની વાસ્તવમાં રાહ જોઇ રહ્યાં હોવ. ઉદાહરણ તરીકે, જો તમે ત્રણ ગલ્લાની જોડ બનાવી રહ્યાં છો અને તમારી પાસે લાલ અને ફલ્લીનો ગલ્લો હોય, ત્યારે કાળીની રાણી ઉતારવાથી તમારી સામે રહેલા ખેલાડીને મૂંઝવણમાં મૂકશે, જે ત્યારબાદ કાળીનો ગલ્લો ઉતારી શકે છે, જેની તમારે જરૂર છે! આ રીતે ગેરમાર્ગે દોરવાની અને તમારી સામે રહેલા ખેલાડીને તમને જરૂરી હોય તે પત્તું ફેંકવા માટે પ્રેરવાની રીતને બાઇટિંગ અને ફિશિંગ કહેવાય છે.
*ઉપર આપેલી પત્તાની રમતની ટિપ્સ અને ટ્રિક્સ અથવા રણનીતિનો ઉપયોગ માર્ગદર્શન તરીકે જ કરવાનો છે અને તે તમને વચન આપતી નથી કે તમે રમત જીતશો જ. આ ટિપ્સ અનુસરવાથી તેમાંથી ઉદભવતાં વિપરિત પરિણામો માટે ક્લાસિક રમી કોઇ જવાબદારી ધારણ કરતું નથી.